ગુરુવાર, 13 એપ્રિલ, 2017

અમેરિકાએ અફઘાનિસ્તાન પર મહાકાય બોમ્બ ઝીંક્યો


અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઇએસના આતંકીઓના કબજા વાળા એક વિસ્તારમાં સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ ફેંક્યો છે. આતંકીઓ વિરૃદ્ધના આ ઓપરેશનમાં અમેરિકાએ પહેલી વખત અધધધ 10હજાર કિલોનો નોન ન્યૂક્લિયર બોમ્બ ફેંક્યો છે. આ બોમ્બને અંગ્રેજીમાં મધર ઓફ ઓલ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે. અને તેને જીપીએસ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. 


અમેરિકાના સૈન્ય અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યંુ હતું કે અફઘાનિસ્તાનના સ્થાનિક સમય સાંજે સાત કલાકે અમેરિકાના એમસી ૧૩૦ એરક્રાફ્ટે GBU-43 બોમ્બને ફેંક્યો હતો.  અમેરિકાના એરફોર્સમાં નીક નામ એમઓએબી એટલે કે મધર ઓફ ઓલ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો