બુધવાર, 26 એપ્રિલ, 2017

દેશનો સૌથી પ્રથમ અને લાંબો રોપવે
Image result for elephanta island

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અરબી સમુદ્રમાં મુંબઈને પ્રખ્યાત એલિફન્ટા દ્વીપ સાથે જોડતો દેશનો સૌથી પ્રથમ અને લાંબો રોપવે બાંધવામાં આવી રહ્યો હોવાનું પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું. મુંબઈના પૂર્વીય કિનારામાં શિવરીથી શરૃ થતો આ ૮ કિ.મી. લાંબો રોપવે રાયગઢ જિલ્લાના એલિફન્ટા દ્વીપ પર પૂરો થશે. એલિફન્ટા દ્વીપ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ તરીકે પ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ માટે વિશ્વભરમાં પ્રચલિત છે.

સ્થાનિક લોકોમાં ઘારાપુરી ગુફાઓ તરીકે ઓળખાતો આ ૧૬ ચો.મી.માં ફેલાયેલો દ્વીપ પથ્થરમાંથી કોતરાયેલા અતિ પ્રસિદ્ધ મંદિરો સહિત તેના સાંસ્કૃતિક વારસામાં અનેક પુરાતત્વ અવશેષો ધરાવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો