મંગળવાર, 25 એપ્રિલ, 2017


કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુનિક આઈડેન્ટીટી નંબર (UID) જેવી પદ્ધતીને ગાયોની સાથે જોડવાની તૈયારી


દરેક જિલ્લામાં ૫૦૦ ગાયોની દેખરેખ રાખી શકાય તે માટે શેલ્ટર હાઉસ પણ બનાવવામાં આવશે. 
દેશભરમાં ગૌહત્યા રોકવા માટે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ સરહદે ગાયોની તસ્કરી રોકવા માટે સરકાર આ પગલુ ભરવા વિચારી રહી છે. 

સરકારે આ જાણકારી સોમવારે સુપ્રીમ કોર્ટને આપી હતી. માત્ર ગાયોની તસ્કરી જ નહીં તેનો રંગ, ઉમર અને કઇ બ્રીડની છે વગેરેનુ ધ્યાન રાખવામાં આવશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયની અધ્યક્ષતામાં સમિતીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતીએ આધારકાર્ડ જેવો નંબર ગાયોની સાથે લિંક કરવાની ભલામણ કરી છે.
ભારત અને બાંગ્લાદેશ સરહદેથી મોટા પાયે ગાયોની તસ્કરી થાય છે. ગૌમાસની હાલ સૌથી વધુ માંગ બાંગ્લાદેશમાં છે.જેથી ભારતીય ગાયોની માંગ વધી છે. માટે લોકો તસ્કરી કરીને ગાયોની સરહદ પાર કરાવી બાંગ્લાદેશ લઇ જઇ રહ્યા છે. વર્ષે આ પ્રકારની તસ્કરીનો કારોબાર ૧૫ હજાર કરોડ રૃપિયાથી પણ વધુ છે. બીએસએફએ એક વર્ષમાં ૩૪ ગાય તસ્કરોને ઠાર માર્યા હતા. આસામમાંથી સૌથી વધુ તસ્કરી થાય છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો