ગુરુવાર, 27 એપ્રિલ, 2017

બાંગ્લાદેશમાં પશુઓની દાણચોરી માટે ૮૦ મિટર લાંબી ટનલ મળી..

સરહદ સુરક્ષા દળે(બી.એસ.એફ) બિહારમાંથી બાંગ્લાદેશમાં પશુઓની દાણચોરી માટે તૈયાર કરવામાં આવેલી ૮૦ મિટર લાંબી ટનલ શોધી કાઢી છે. આ ટનલ ચાના એક બગીચામાંથી ખોદીને બાંગ્લાદેશમાં જાય છે. બિહાર સરહદે ચોપરા- ફતેહપુર આઉટ પોસ્ટ નજીક આ ટનલ ખોદવામાં આવી હતી.

આ ટનલ ઉ.બંગાળમાંથી, કિશનગંજ નજીકથી ઝડપાઈ છે. બી.એસ.એફના વિભાગીય વડા દેવિશરણસિંહે પત્રકારો જણાવ્યુ હતું કે બાંગ્લાદેશ સરહદે વાડ બનાવાઈ છે, તેથી ભૂમિ માર્ગે દાણચારોએ આ ટનલ તૈયાર કરી છે.

ભારત- બાંગ્લાદેશ વચ્ચે ૪,૦૯૬ કિ.મી. લાંબી સરહદ છે. જેમાં આસામ, બંગાળ, બિહાર રાજ્યોની સરહદો તેને અડે છે. જ્યારે ગંગા, બ્રહ્મપુત્રા વગેરે નદિઓ ભારતમાંથી બાંગ્લાદેશમાં પ્રવેશતી હોઈને અર્ધી સરહદ પર ફેન્સિંગ શક્ય નથી અને ભારતથી મોટા પ્રમાણમાં પશૂઓ બાંગ્લાદેશ લઈ જવાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો