શનિવાર, 22 એપ્રિલ, 2017

કેન્દ્ર સરકારે આજે હોટેલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

કેન્દ્ર સરકારે આજે હોટેલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ ચૂકવવો કે કેમ તે ગ્રાહક પોતે જ નક્કી કરી શકશે. કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જ ચૂકવવાનો અધિકાર ગ્રાહકોને આપ્યો હતો.

તેવી સૂચના ટૂંક સમયમાં દરેક રાજ્યોને મોકલાશે તેમ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું. સર્વિસ ચાર્જ અંગે નવા નિયમોને કારણે ગ્રાહકોને  રાહત થશે તેમ મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું.

હોટેલ અને રેસ્ટોરન્ટને સર્વિસ ચાર્જ કેટલો કરવો તે નક્કી કરવાનો અધિકાર નથી ગ્રાહક ઇચ્છે તો તેની ઇચ્છા મુજબ સર્વિસ ચાર્જ કે ટીપ્સ આપી શકે છે. હોટેલ અને રેસ્ટોરન્ટના બિલમાં સર્વિસ ચાર્જનું કોલમ કોરૃ રાખવામાં ઓવશે. જો કોઈ હોટેલ આ નિયમનું પાલન ન કરે તો ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો