શુક્રવાર, 28 એપ્રિલ, 2017

ભારતમાળા

સરકાર ની ભારતમાળાસ્કીમ,કે જેમાં આવતા 4થી 5 વર્ષમાં નેશનલ હાઇવેના 20,000 કિલોમીટરથી વધુનો હિસ્સો યુ-ટર્ન અને કટ્સ ફ્રી હશે. તેની સાથે જ હાઇવેની બંને બાજુ અને બેરિકેડિંગ પણ હશે. તેના લીધે પ્રાણીઓ પણ હાઇવે પર ઘૂસી શકશે નહીં. મુખ્ય રસ્તાઓને કમ સે કમ ફોર લેન કરાશે.મુખ્ય હાઇવેને એવી રીતે તૈયાર કરાશે કે ભારે વાહનો પણ સ્પીડની સાથે કોઇપણ મુશ્કેલી વગર પોતાની મંજીલ સુધી ઝડપથી પહોંચી જશે. આ પ્રકારના હાઇવેથી ગુજરાતના પોરબંદરથી સિલચરને જોડાશે.
મિનિસ્ટ્રી 20,000 કિલોમીટરનો એક્સેસ કંટ્રોલ્ડ કરશે. આ પ્રકારનો કોન્સેપ્ટ વિકસિત દેશોમાં અપનાવાય છે. એક્સેસ કંટ્રોલ્ડ હાઇવમાં ઘૂસવા અને નીકળવાના પોઇન્ટસ ઓછા હોય છે.
એક્સેસ કંટ્રોલ્ડકૉન્સેપ્ટની અંતર્ગત કેટલાંક હાઇવેની ઓળખ કરી લેવાઈ છે. તેમાં મુંબઇ-કોલકત્તા, મેંગ્લોર-બેંગલુરૂ, લુધિયાણા-કાંધલા, અને પોરબંદરથી સિલચરને સામેલ કરાયા છે. આ પહેલાં આ યોજનાની શરૂઆત ભાજપા શાસનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ના નામથી કરી હતી, તેના અંતર્ગત દેશના ચાર મેટ્રો શહેરોને જોડ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો