Tuesday, 20 February 2018

PM મોદીએ મુંબઇમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપી

- મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો

- મુંબઇ યુનિવર્સિટીમાં વાધવાણી ઇન્સ્ટીટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ધાટન કર્યુ


મુંબઇ, તા. 18 ફેબ્રુઆરી 2018, રવિવાર
વડાપ્રધાન પહેલા મુંબઇ પહોંચ્યા જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય મુંબઇમાં ઘણી યોજનાઓનું ઉદ્ધાટન કરી કર્ણાટકમાં રેલીને સંબોધન કર્યુ.

વડાપ્રધાન મોદી મુંબઇ ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં મેગ્નેટિક મહારાષ્ટ્ર કન્વર્જેંસ-2018ના ઉદ્ધાટન સમારોહમાં સંબોધન કર્યુ. તેમજ મુંબઇ યુનિવર્સિટીમાં વાધવાણી ઇન્સ્ટીટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ધાટન કર્યુ. આ સિવાય મુંબઇમાં એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. મુંબઇની જરૂરીયાત પ્રમાણે અન્ય એક એરપોર્ટ બનાવવાની માંગ હતી. પરંતુ રાજકિય અને આર્થિક બાબતો જેવા મુદ્દાને કારણે આ યોજનામાં વિલંબ થયો છે.


આ નવું એરપોર્ટ બની જવાથી મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ટ્રાફિક હળવો થશે.

'ગતિમાન એક્સપ્રેસ' દિલ્હીથી ગ્વાલિયર સુધી માત્ર સવા ત્રણ કલાકમાં પહોંચશે

- નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ આ ટ્રેનનો રૂટ વિસ્તાર ઝાંસી સુધી કરવાનું આયોજન કર્યું
- ગતિમાન એક્સપ્રેસ ટ્રેનને એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવી હતી

ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી ગ્વાલિયર સુધીનું અંતર માત્ર સવા ત્રણ કલાકમાં પૂર્ણ કરશે.

ભારતમાં સૌથી ઝડપથી ચાલનાર ટ્રેનોમાં શુમાર ગતિમાન એક્સપ્રેસ નવી સિદ્ધિ મેળવવા જઈ રહી છે. અત્યાર સુધી દિલ્હીથી આગ્રા સુધીના 187 કિલોમીટરના અંતરને 100 મિનિટમાં પૂર્ણ કરનાર આ ટ્રેનને અત્યારે ગ્વાલિયર સુધી વધારવામાં આવી છે .કેનેડાના વડાપ્રધાનએ સહપરિવાર લીધી તાજ મહેલની મુલકાત

- તાજ મહેલની મુલાકાત દરમિયાન તેમનો પરીવાર ખુશ જણાતો હતો

- જસ્ટિન ટ્રૂડો પોતાના ખાસ અંદાજથી કેનેડામાં લોકપ્રિય છેભારતની સાત દિવસીય મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ 18 ફેબ્રુઆરી 2018, રવિવાર ના રોજ તાજ મહેલની સહપરીવાર મુલાકાત લીધી છે. તઓ પરિવાર સહિત ભારતના સાત દિવસના પ્રવાસ માટે આવ્યા છે.


કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની આ પ્રથમ ભારત યાત્રા છે. તેમની આ મુલાકાત ખાસ નજર રહેશે કારણ કે, ભારતીય સંસ્કૃતિ તરફ લગાવ રાખતા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 

જસ્ટિન ટ્રૂડો પોતાના ખાસ અંદાજ માટે કેનેડામાં લોકપ્રિય છે. ભારત પહોંચ્યા બાદ ટ્રૂડોએ સહપરીવાર ભારતીય અંદાજમાં હાથ જોડીને લોકોમનું અભિવાદન કર્યું હતુ. તેમની યાત્રા પહેલા બંન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાય હતી. જેમાં આતંકવાદ સામે કાર્યવાહી માટે સહયોગ વધારવા તેમજ વેપાર અને રોકાણ સંબંધો વિસ્તારવા પર ચર્ચા થઇ.


કેનેડાના વડાપ્રધાનના પ્રવાસનો હેતુ ભારત અને કેનેડાની વચ્ચે બિઝનેસ, રોકાણ, ઉર્જા, વિજ્ઞાન, ઉચ્ચ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટ સહિત અન્ય ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબધોને મજબૂત કરવાનો છે.  ભારત રવાના થતાં પહેલા કેનેડાના વડાપ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારતના પ્રવાસનો ઉદ્દેશ સારી નોકરીઓ અને બંને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક મજબૂત કરવાનો છે.


Saturday, 17 February 2018


માનવ-માનુષનો ચેક રીપબ્લીક જૂનિયર ડબલ્સમાં સિલ્વર મેડલ


ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહે ચેક રીપબ્લીક જૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં અનુક્રમે જૂનિયર અને કેડેટ કેટગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ફાઇનલમાં માનવ- માનુષની જોડીનો ચીનની ડબલ્સ ટીમ ચીનબિંગ અને યુ હેઇની સામે ૧૨-૧૪, ૮-૧૧, ૧૧-૯, ૧૧-૧૩ થી પરાજય થયો હતો. માનવ જૂનિયર બોયસમાં વર્લ્ડ નંબર વન છે. જો કે ફાઇનલમાં પરાજીત રહેલા માનવ-માનુષે સેમિ ફાઇનલમાં અબ્દેલ અઝીધ- રોસી કાકનો (ઇજીપ્ત-ઇટાલી)ની જોડીને ૧૧-૮, ૧૧-૬, ૧૧-૬ થી હરાવી અપસેટ સર્જ્યો હતો કેમ કે આ જોડી વર્લ્ડ નંબર ત્રણ છે.
ગૌરવની વાત એ છે કે ભારતની માનવ-માનુષની જોડીના બંને ખેલાડીઓ ગુજરાતના છે. આ બંનેએ જ આઇટીટીએફ સર્કિટ ૨૦૧૭માં વર્લ્ડ જુનિયર સર્કિટ કેડેટ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપ્ટેમ્બરમાં સ્લોવેનિયા ઓપન જુનિયર-કેડેટમાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા.


અમદાવાદથી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો આજથી પ્રારંભ


-મુખ્યમંત્રી વિજય રૃપાણી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાવશે

-આગામી સમયમાં દીવ, મુન્દ્રાની ફ્લાઇટ પણ શરૃ થશે
અમદાવાદથી જામનગરનું ૩૫૧ કિલોમીટરનું અંતર રોડ મુસાફરી દ્વારા કાપવામાં સામાન્ય રીતે ૬ કલાકનો સમય થતો હોય છે. પરંતુ હવે માત્ર સવા કલાકમાં અમદાવાદથી જામનગર પહોંચી જવાશે. કેમકે, કેન્દ્ર સરકારની યોજના 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ શનિવારથી અમદાવાદ-જામનગરની ફ્લાઇટનો પ્રારંભ થશે.

Thursday, 15 February 2018


દિલ્હીમાં ભારતનો પ્રથમ રેડિયો ઉત્સવવિશ્વ રેડિયો ડે (13મી ફેબ્રુઆરી) ના રોજ ભારતનો પ્રથમ રેડિયો ફેસ્ટિવલ યુનેસ્કો હાઉસ ખાતે નવી દિલ્હીમાં યોજાયો હતો. 


યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) સાથે ભાગીદારીમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ વુમન ઇન રેડિયો એન્ડ ટેલિવિઝન (આઇએડબલ્યુઆરટી) દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું.
બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળી આવ્યો


- 'જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા'નો રિપોર્ટ

- સોનેરી કલરની રેતી ધરાવતા રાજસ્થાનમાં માત્ર જમીનથી ૩૦૦ ફૂટ નીચે સોનુ ભંડારાયેલું છે : સોના ઉપરાંત ૩

રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર શહેરી ધરતી નીચે સોનાનો ભંડાર ભર્યો છે. ભારતમાં ભુગર્ભ ધાતુઓનું મોનિટરિંગ કરતી સરકારી સંસ્થા 'જિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીએસઆઈ)'ના ડિરેક્ટર જનરલે આ માહિતી આપી હતી. આ ભંડાર અંદાજે ૧૧.૪૮ કરોડ ટન જેટલો હોવાની શક્યતા છે. સોનાનો આ જથ્થો વળી જમીન સપાટીથી ૩૦૦ ફીટની જ ઊંડાઈએ ધરબાયેલો છે.

રાજસ્થાન રણ માટે જાણીતું છે અને રેતીનો કલર પણ સોનેરી હોય છે. રાજસ્થાનના તો પેટાળમાંથી પણ સૂવર્ણરેત નીકળે એવી શક્યતા ઉભી થઈ છે. આ સોનાને કિલોગ્રામના હિસાબે ગણવામાં આવે તો ૧૧૪,૮૦,૦૦,૦૦,૦૦૦ (૧૧૪ અબજ, ૮૦ કરોડ) કિલોગ્રામ જેટલું થાય. અત્યારે સોનાનો ભાવ સરેરાશ કિલોગ્રામ દીઠ ૩૦ લાખ રૃપિયા જેવો બેસે છે. એ હિસાબે રાજસ્થાનની ધરતીમાં અબજો અબજો રૃપિયાનું સોનુ ધરબાયેલું છે.

જીએસઆઈના ડિરેક્ટર એન.કે.રાવે જણાવ્યુ હતું કે આ સોનું બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં છે, પરંતુ તેનું એક્ઝેટ લોકેશન જાણ્યા પછી જ ઉત્ખન્ન કાર્ય આરંભાશે. સોના ઉપરાંત તાંબાનો પણ મોટો જથ્થો અહીંની ધરતીમાં જોવા મળ્યો છે. આ બે શહેર ઉપરાંત સિકર જિલ્લાના નીમ કા થાના વિસ્તારમાં પણ પેટાળની તસાપ ચાલી રહી છે.

સોના અને તાંબા ઉપરાંત જયપુરના પેટાળમાં સીસું (લીડ) અને ઝીંકની હાજરી જોવા મળી છે.  લીડ-ઝીંકનો જથ્થો કુલ મળીને ૩૫ કરોડ ટન થવા જાય છે. આ બન્ને ધાતુ રાજપુરા-દારીબા વિસ્તારની ખાણમાં મળી આવી છે. રાજસ્થાનમાં જોકે વર્ષોથી તાંબુ તો મળે જ છે. અત્યાર સુધીમાં રાજસ્થાનની ધરતીમાંથી કુલ ૮ કરોડ ટન તાંબુ હોવાની જાણકારી તો મળી ચૂકી છે.